વાલિયા: નલધરી કોતરમાં 15 દિવસથી પ્રદૂષિત પાણી છોડીને નદીને પણ દૂષિત કરાઇ
Valia, Bharuch | Jul 7, 2025 વાલિયા તાલુકાના નલધરી ગામની વચ્ચેથી ગોદરેજ અને ઈન્ટાસ કંપની બાજુથી નીકળતા કોતરમાં વરસાદ પડે એટલે તેમાં કંપનીઓમાં જમા થયેલ રસાયણયુકત દુર્ગંધ મારતું ઝેરી પ્રવાહી છોડી મૂકવામાં આવે છે.આ રસાયણ વેસ્ટ નિકાલ કોતરમાં વહેતું હોવાના અહેવાલ જીપીસીબીની કચેરીના મુખ્ય અધિકારીને પુરાવા સાથે 15 દિવસમાં પાંચ વાર ફરિયાદ કરવામાં આવી છે. પરંતુ જાણે નલધરીના કોતરમાં રસાયણયુકત વેસ્ટ નિકાલ કરવાની કંપનીઓને છૂટ આપી દીધી હોય તેમ બેરોકટોક પાણી નીકળી રહ્યું છે.