જેસર: ઉગલવાણ ગામમાં રોડ પર ગટરના પાણી વહેતા હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે રોષ
જેસર તાલુકાના ઉગલવાણ ગામમાં રોડ પર ગટરના પાણી વહેતા હોવાના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર ગટરના ગંદા પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થનારા વાહનચાલકો તેમજ પગપાળા જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ગટર લાઈનની સમસ્યાને કારણે ગંદુ પાણી સીધું રોડ પર વહી રહ્યું છે. જેના કારણે રસ્તા પર દુર્ગંધ ફેલાઈ રહી છે અને સ્વચ્છતાની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ખાસ કરીને શાળા જતાં બાળકો