ચલથાણ પ્રિન્સ હોટલ સામે નેશનલ હાઈવે નબર 48 ઉપર મંથર ગતિએ ચાલતી ઓવરબ્રિજની કામગીરીથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અહીં એકપણ દિવસ એવી નથી ગયો કે કોઈ સામન્ય અકસ્માત નહી થયો હોય ત્યાં આજે ગુરુવારે એક ત્રિવેણી અકસ્માત સર્જાયો હતો જેમાં અશોક લેલેન્ડ ટેમ્પો નંબર GJ 19 Y 6012 ટ્રક નંબર RJ 14 GP 2703 અને મોટરસાયકલ નંબર GJ 16 AM 4591 વચ્ચે સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી.