વલ્લભીપુર: વલ્લભીપુર બરવાળા હાઇવે પર ઘેલો નદી પર ડાયવર્ઝન પાણીમાં ગરકાવ વાહન વ્યવહાર ખોરવાયો
વલભીપુર તાલુકામાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને લઈ ઘેલો નદી બે કાંઠે થઈ હતી જેના કારણે ઘેલો નદી પરના ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થઈ જતા હાઇવે ભારે વાહન માટે બંધ કરાયો હતો , જેના કારણે વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિકનું નિયંત્રણ કરાયું હતું.