થાનગઢ: થાનગઢ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરાયું.
થાનગઢ ક્ષત્રિય સમાજ દ્વારા વાસુકી દાદા મંદિરે પરંપરાગત શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય ભાઈઓ સાફા અને તલવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા-અર્ચના બાદ શસ્ત્રોનું પૂજન કરીને સમાજના યુવાનોમાં શૌર્ય અને સંસ્કારનું સંવર્ધન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વક્તાઓએ દશેરા પર્વના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને ક્ષત્રિય પરંપરાને જીવંત રાખવા માટે આવું સામૂહિક આયોજન જરૂરી