પારડી: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેકટર ઉપસ્થિત રહ્યા
Pardi, Valsad | Oct 29, 2025 બુધવારના 12:00 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ પારડી મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ જિલ્લા કલેકટર ભવ્ય વર્માની ઉપસ્થિતિમાં યોજાયો હતો.જેમાં કુલ આઠ પ્રશ્નો સંબંધિત અધિકારીઓ સાથે સાંભળી વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. અને તેનો ઝડપી હકારાત્મક નિકાલ કરવામાં આવે તે બાબતે સૂચનો કરાયા હતા.