ઓલપાડ: જાફરાબાદ ગામની સીમમાં ચોરીની ઘટના ને અંજામ આપનાર બે ઇસમો ઝડપાયા.
Olpad, Surat | Sep 15, 2025 ઓલપાડ પોલીસે ચોરીના ગુનામાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ₹18,200ની કિંમતનો લોખંડનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત 23 ઓગસ્ટના રોજ ઓલપાડ તાલુકાના જાફરાબાદ ગામની હેપ્પીનેસ લિવિંગ સોસાયટીની સાઈટ પરથી 50 લોખંડની એંગલોની ચોરી થઈ હતી. આ અંગે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.