ઉધના: સુરતના ઉધનામાં ૫૫ વર્ષીય વૃદ્ધે ચોકલેટ લેવા આવેલી બાળકીને અડપલાં કર્યા
Udhna, Surat | Sep 22, 2025 સુરતના ઉધનામાં સવારે ટ્યૂશનથી છૂટ્યા બાદ નજીકની દુકાનમાં ચોકલેટ લેવા ગયેલી ૧૧ વર્ષીય બાળકીને અહીં નોકરી કરતા ૫૫ વર્ષીય વૃદ્ધે પગે અડપલાં કરી ઉપરના રૂમમાં લઇ જવાની કોશિશ કરી હતી. ઉધનામાં રહેતી પરિણીતાની ૧૧ વર્ષીય બાળકી ગતરોજ સવારે આઠ વર્ષીય નાના ભાઈ સાથે ટ્યૂશને ગઈ હતી. દસ વાગ્યે ટ્યૂશનેથી છૂટ્યા બાદ બંને ભાઈ બહેન ક્લાસિસ નજીક આવેલી મનોજભાઇની દુકાને ચોકલેટ લેવા પહોંચ્યા હતા. દુકાનમાં ૫૫ વર્ષીય નોકર કડુ સદાશિવ ઇંગળે હાજર હતો.