ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગંગાજળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મામા કોઠા ઘાણી પાસેના એક મકાનમાં બાતમીના આધારે રેઈડ કરતા પુષ્પક અશ્વિનભાઈ મકવાણા તેના સસરા રાકેશ ઉર્ફે બોંમ રવજીભાઈ ચુડાસમાના ભાડાના મકાનમાં દારૂ રાખેલ હોય જે ઇંગ્લીશ દારૂની કુલ 37 નંગ પ્લાસ્ટિકની બોટલો મળી કુલ ₹5,489/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે રાકેશભાઈ અને પુષ્પક બંનેની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી.