માંગરોળ તાલુકાના વાંકલ ગામના ગામીત ફળિયામાં રહેતા ખેડૂત ખંડુભાઈ ચેતનભાઇ ગામીત ના ઘરમાં તારીખ 7 ના રોજ રાત્રિ દરમિયાન આગ લાગી હતી આગની ઘટના બનતા જ આસપાસના લોકો મદદ દોડી આવ્યા હતા અને આગની કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આગે વિક્રાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી અને ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી