ગઢડા: નગરપાલીકાના કોર્પોરેટર ઉપર જીવલેણ હુમલો,ત્રણ થી ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો
Gadhada, Botad | Mar 21, 2025 બોટાદ જીલ્લાના ગઢડા નગરપાલીકાના વોર્ડ નં ૪ ના કોર્પોરેટર જીવલેણ હુમલો થયો.રમેશભાઈ હમીરભાઈ રાઠોડ છે ગઢડા નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય છે.રમેશભાઈ રીવર ફ્રન્ટ પર વોકિગ કરતા હતા તે સમયે કરાયો હુમલો.ત્રણ થી ચાર શખ્સોએ લોખંડની પાઈપ ના ઘા મારી કરાયો જીવલેણ હુમલો.રમેશભાઈના બને પગો ભાંગી નાખ્યા.ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રમેશભાઈ ને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે બોટાદ અને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડેલ છે.