વિસનગર: વૃંદાવન હેરિટેજ ટાઉનશિપમાં તારા પતિ પાસે હિસાબ કરવાનો બાકી હોવાનું કહી મહિલાને લાફા ઝીંક્યા
વિસનગર શહેરની કડા ચોકડી પર આવેલ વૃંદાવન હેરિટેજ ટાઉનશીપમાં હાથમાં લાકડી અને ધારીયું લઈને આવેલ દંપતી સહિત પુત્રીએ તારા પતિ પાસે હિસાબ કરવાનો બાકી હોવાનું મહિલાને અપશબ્દો બોલી લાફા ઝીંક્યા હતા. જ્યાં મહિલાએ પોલીસ બોલાવવાનું કહેતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવ અંગે મહિલાએ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.