ઉધના: સુરતમાં પાંચ લાખ ઉછીના લઇ પરત નહીં આપનારી મહિલાને એક વર્ષની કેદ
Udhna, Surat | Oct 30, 2025 પાંચ લાખ હાથઉછીના લઇને પરત નહીં આપનાર મહિલાને કોર્ટે તકસીરવાર ઠેરવીને ૧ વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસની વિગત મુજબ સુરતના ગોપીપુરામાં રહેતા દિનકર મણીલાલ દિક્ષીત અને ઓલપાડના વતની તેમજ સુરતમાં પાલણપોર રોડ ઉપર સંત તુકારામ સોસાયટીમાં સોના એપાર્ટમેન્ટમાં રહેતી શીતલબેન હસમુખભાઈ કંસારાની સાથે મુલાકાત થઈ હતી. શીતલબેન પિતા હસમુખભાઈ અને દિનકરભાઈ વચ્ચે સારી મિત્રતા હતા જેના કારણે તેઓ શીતલબેનને પણ ઓળકતા હતા.