ખેરગામ: ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવડી ફળિયામાં ગૌચરણ જમીનના ગીર વહીવટ અંગે
આવેદન પત્ર આપવામાં આવ્યું
ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બાવળી ફળિયામાં ગૌચરણ જમીનના ગેરવહીવટ, ગેરકાયદેસર ફાળવણી અને ગેરકાયદેસર વેચાણ મામલે ગ્રામજનોની વ્યથા સાંભળી તાત્કાલિક કાર્યવાહી માટે મુખ્યમંત્રી શ્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ગામની જુની ગૌચરણ જમીન — બ્લોક નં. ૧૩૫૭, ૧૩૫૯, ૧૩૬૦ તથા નવો બ્લોક નં. ૧૮૩૮, ૧૮૪૩, ૧૮૫૬, ૧૮૫૮ — વર્ષો સુધી ગામના પશુઓના ચરાણ માટે ઉપયોગમાં લેવાતી આવી છે.