ઉંઝાના નીરવ પ્રજાપતી પોતાના પરિવાર સાથે વેગન આર કાર લઈને વડનગરથી ખેરાલુ તરફ આવી રહ્યા હતા ત્યારે રૂપેણ પુલ પાસે એક બાઈક ચાલકે પાછળથી અથડાવી હતી. ફરિયાદીએ નીચે ઉતરી ગાડી ચેક કરતા હતા એ સમયે બાઈક ચાલક અને તેની સાથેના અન્ય 2 ઇસમોએ ઝપાઝપી કરી ધમકી આપી હતી તો સાથે ફરિયાદીના પ્રેગ્નેંટ પત્ની સાથે પણ ઝપાઝપી કરી હતી.આસપાસથી લોકો ભેગા થઈ જતાં આરોપીઓ નાસી છુટ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદી નીરવ પ્રજાપતીએ બાઈકના નંબરના આધારે ખેરાલુ પોલીસમાં ફરિયાદ આપી છે...