ઉધના: સુરતના પાંડેસરામાં રોડ પર વરસાદી પાણી ભરાયા, વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન
Udhna, Surat | Sep 21, 2025 સુરતમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદે અનેક લોકોની મુશ્કેલીઓ ઊભી કરી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ખાસ કરીને, પાંડેસરા વિસ્તારમાં આવેલ દક્ષેશ્વર મંદિર પાસે વરસાદી પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા.સતત વરસી રહેલા વરસાદને કારણે પાંડેસરા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. દક્ષેશ્વર મંદિર પાસે તો જાણે નદી વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા.