આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં “કિસાન દિવસ”ના અવસરે સીંગવડ તાલુકાના હુમડપુર ગામે કિસાન ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રોજેક્ટ ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં તાલુકાના ખેડૂતો સાથે સંવાદ યોજાયો હતો.ગોષ્ઠિ દરમિયાન ખેડૂતોને કૃષિ વિભાગની વિવિધ યોજનાઓ, આધુનિક ખેતી પદ્ધતિઓ, પાક ઉત્પાદન વધારવા માટેની તકનીકો તેમજ સરકારી સહાય યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખેડૂતોને પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક અપાઈ.