વડોદરા-ડભોઇરોડ પર આવેલ રતનપુર ગામના નામચીન જયસ્વાલ કુંટુંબના ચાર સભ્યો સહિત પાંચ સામે પોલીસે ગઇકાલે ગુજસીટોકનો ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી. આજે આરોપીઓના રિમાન્ડની માંગણી કરવામાં આવતા અદાલતે ચાર આરોપીના તા.૨૭મી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જ્યારે મહિલા આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા હતા.