મુળી: મુળી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી ત્રણ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી
મૂળી સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી જે દરમિયાન બસ સ્ટેન્ડ પાસેથી બાઈક ચાલક રાજુભાઈ મેઘાભાઇ ડાભી, સાયલા ત્રણ રસ્તા નજીકથી રિક્ષા ચાલક હર્ષદભાઈ મોતીભાઈ પારધી તથા રાજકોટ હાઈવે પરથી ડમ્ફર ચાલક હિતેશભાઈ બાબુભાઈ માત્રાણીયાને ટ્રાફિક નિયમ ભંગ બદલ અટકાવી ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.