પોરબંદરમાં હાલ માં ત્રણ જેટલી બેટરી ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેની પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન કમલાબાગ નજીકથી એમ.ઈ.એમ શાળા પાસેથી એક શખ્સ શંકાસ્પદ હાલત માં કાર લઈને નીકળ્યો હતો. જુનાગઢ ના જોશીપરા વિસ્તારમાં રહેતા જયમીન ઉર્ફે જય હીરા સોલંકી નામના આ શખ્સ ને ઝડપી લઇ કાર પણ કબજે કરી હતી આ શખ્સ પાસે રહેલ બેટરી ચોરીની હોવાની પણ કબુલાત આપી હતી.