હાલોલના અભેટવા પાંચમહુડી ગામના 21 વર્ષીય યુવાન મુકેશભાઈ મહેશભાઈ પરમારે કોઈ અગમ્ય કારણોસર હાલોલ ના રુપાપુરા ગામ પાસે થી પસાર થતી નર્મદાની કેનાલ માં પડતું મૂકતા હાલોલ ફાયર ટીમ દ્વવારા શોધખોળ કરતા આજે બુધવારના રોજ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો બનાવ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મુકેશભાઈ પરમારએ એવું કયા કારણોસર પગલું ભર્યું હશે જે હાલમાં અકબંધ છે તે પોલીસ તપાસ માંજ બહાર આવે તેમ જાણવા મળ્યું છે