ઘાટલોડિયામાં એક યુવતીની તલ ખાધા બાદ તેની તબિયત લથડી હતી.યુવતીના પરિવારજનોએ યુવતીને સારવાર માટે ખસેડી હતી. સારવાર દરમિયાન આ યુવતીનું મોત નીપજ્યું છે.યુવતીના મોત અંગે તપાસમાં તલમાં અનાજ ન બગડે તેવી ઝેરી દવા નાખી હોવાના કારણે તેની તબિયત બગડ્યા બાદ મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યું હતું.આ મામલે ઘાટલોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.