જૂનાગઢ બાર એસોસિએશનની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા બનેલા તમામ હોદ્દેદારોનો સન્માન સમારોહ આજે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉત્સાહભેર યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.