સુરતના ચૌટા બજાર કેળા પીઠ વિસ્તારમાં આવેલ વર્ષો જૂની જર્જરિત ઈમારતને પાલિકા તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. પાલિકાના સંબંધિત અધિકારી સૂત્રોએ મંગળવારે સવારે 11:00 કલાકે આપેલી જાણકારી મુજબ, આ ઈમારતને વર્ષ 2019,2023 અને 2025 દરમિયાન રીનોવેશન અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા નોટીસ આપી હતી. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. ફેરિયાઓ એ પણ અહીં ગોડાઉન બનાવી દબાણો ઊભા કરી રાખ્યા હતા. જેથી પાલિકાએ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.