મુળી: ખંભાળીયા ગામે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ
મૂળીના ખંપાળીયા ગામની પ્રાથમિક શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના આચાર્યશ્રીએ વન્યજીવન વિશે માર્ગદર્શન આપ્યું હતું, જેમાં વન્યપ્રાણીઓના રક્ષણ માટે લાગુ કાયદાકીય જોગવાઈઓ અંગે પણ સમજણ આપી હતી. વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ તથા દ્વિતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.