થરાદ: થરાદથી 25 ગાડી ઘાસચારો રવાના, અમિત ચાવડાની આગેવાનીમાં લીલી ઝંડી આપવામાં આવી
બનાસકાંઠા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની તંગી વચ્ચે કોંગ્રેસે મદદનો હાથ લંબાવ્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં થરાદથી 25 ગાડી ઘાસચારો રવાના કરવામાં આવ્યો છે.આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના નેતાઓએ હાજરી આપી હતી. તેમણે લીલી ઝંડી બતાવીને ઘાસચારાની ગાડીઓને રવાના કરી હતી. આ ઘાસચારો સરહદી વિસ્તાર વાવ, થરાદ અને સુઈગામ પંથકના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે.