સાંતલપુર: વૌવા સહીતના ગામોમાં ૩૪૨ પશુઓની ૬૯ લાખથી વધુની પશુ મૃત્યુની સહાય ચૂકવાઈ
સાંતલપુર તાલુકાના વૌવા સહિતના ગામોમાં ભારે વરસાદને કારણે પશુઓના મોત થયા હતા ત્યારે વહીવટીતંત્ર દ્વારા ૩૪૨પશુઓના મોતની ૬૯લાખથી વધુની સહાય પશુપાલકોને ચૂકવવામાં આવી હતી.ભારે પુરને કારણે પશુપાલકોના પશુઓના મૃત્યુ થતા આર્થીક નુકશાની થવા પામી હતી.