પૂર્વ કચ્છમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે આજે બુધવારે સવારના અરસામાં ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે પર નવી મોટી ચીરઇ નજીક ટ્રક ચાલકે ટેમ્પાને ટક્કર મારી હતી. આ બનાવમાં 2 લોકોનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય લોકોને ઇજાઓ પહોંચી હતી.