બાવળા: હરણીયાવાવ ગામમાં મહિલાને સાપ કરડતા 108 ની ટીમે જીવ બચાવી હોસ્પિટલ પહોંચાડી કરી ઉમદા કામગીરી
તા. 19/10/2025, રવિવારે બપોરે એક વાગે દસ્ક્રોઈ તાલુકાના હરણીયાવાવ ગામમાં એક મહિલાને સાપ કરડતા 108 ને કોલ મળતા હાથીજણ 108 ની ટીમના EMT દિવ્યાબેન ભોંયે અને પાયલોટ કૌશિકભાઈ સોઢા પરમાર એમ્બયુલન્સ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક સારવાર સાથે દર્દીનો જીવ બચાવી હોસ્પિટલ પહોંચાડી ઉમદા કામગીરી બજાવી હતી.