નવસારી: સાતેમ ગામે દીપડી પાંજરે પુરાતા ડોક્ટરી તપાસ બાદ જંગલમાં મુક્ત કરવાની કામગીરી
નવસારી જિલ્લાના સાતેમ ગામે ગત રાત્રિ દરમિયાન એક દીપડી પાંજરે પુરાઈ હતી. આશરે બે થી અઢી વર્ષની આ દીપડી શિકારની શોધમાં ગામમાં આવી હતી, જેના કારણે ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. સામાજિક વનીકરણ સુપા રેન્જ દ્વારા દીપડીનો કબજો લઈ જરૂરી ડોક્ટર તપાસ બાદ તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.