જૂનાગઢ: કમોસમી વરસાદ ખાબકતા પરિક્રમા પહેલા જ રૂટ પર કાદવ કીચડનું સામ્રાજય, સરકારી વાહનો પણ મહામુસીબતે થઈ રહ્યા છે પસાર
જુનાગઢમાં ગિરનારના જંગલમાં પડેલ કમોસમી વરસાદથી પરિક્રમા માટે તૈયાર કરાયેલ રૂટમાં કાદવ કિચડ થયો છે. પરિક્રમા પહેલા જ રસ્તાઓ ધોવાયા છે. વાહનો પણ ચાલી ન શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સરકારી વાહનો પણ મહામુસીબતે હાલતો કાદવ કીચડ વચ્ચેથી મહામુસીબતે પસાર થઈ રહ્યા છે. પરિક્રમા શરૂ થશે કે કેમ તેવા સવાલો પણ હાલતો ઉદભવી રહ્યા છે.