જૂનાગઢ: શહેરમાં ડો.સુભાષ ફાઉન્ડેશન સંચાલિત સંસ્થાઓ દ્વારા સ્વદેશી ઉત્પાદનનો વપરાશ વધે તેવા હેતુથી લોકજાગૃતિ કાર્યકમ યોજાયો
ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાના પિતા સ્વ. પેથલજી ભાઈ ચાવડા ની ૯૬ મી જન્મ જયંતી નિમિત્તે સ્વદેશી ઉત્પાદનો નો વપરાશ વધે તેવા હેતુ થી જુનાગઢ શહેર માં વિવિધ જગ્યાએ ડો. સુભાષ ફાઉન્ડેશન સંચાલિત સંસ્થાઓ દ્વારા સ્ટોલ ઊભા કરી લોકો લોક જાગૃતિ માટે નું સરાહનીય કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા..