સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ભેસ્તાનમાં પતંગ ચગાવી રહેલી 14 વર્ષીય કિશોરી અચાનક ધાબા પરથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. માત્ર 15 દિવસ પહેલા જ વતનથી સુરત આવેલી દીકરીના અકાળે અવસાનથી પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.ભેસ્તાનમાં આવેલી જય રાધે સોસાયટીમાં રહેતી મંટુ નામની 14 વર્ષીય કિશોરી ધાબા પર પતંગ ચગાવી રહી હતી. પતંગના ઉડાવથી વખતે ઉત્સાહમાં કિશોરીનું ધ્યાન ન રહેતા તે અચાનક ધાબા પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું