કામરેજ: કામરેજ તાલુકાની આંગણવાડી વર્કર બહેનો ને સરકારે નવા મોબાઈલ ફોન નહીં આપતા સીમ કાર્ડ જમા કરાવી વિરોધ કર્યો
Kamrej, Surat | Nov 1, 2025 કામરેજ તાલુકાની આંગણવાડી વર્કર બહેનોને સરકારે નવા મોબાઈલ ફોન નહીં આપતા આઈ સી ડી એસ કચેરી ખાતે સીમકાર્ડ જમા કરાવી વિરોધ દર્શાવ્યો હતો.છેલ્લા ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર બહેનો પગાર વધારા માટે સતત લેખિત માગણીઓ કરી રહી છે પરંતુ આજ દિન સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી ત્યારે હવે આંગણવાડી વર્કર બહેનો ની વારંવાર ની માંગણી પછી સરકાર નવા મોબાઈલ આપતી નથી હાલમાં આંગણવાડી વર્કર બહેનો પોતાના પર્સનલ મોબાઈલ થી કામગીરી કરી રહી છે.