આજે તારીખ 04/01/2026 રવિવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં સંજેલી ખાતે કોંગ્રેસ પક્ષની જન આક્રોશ યાત્રા આજે પહોંચી હતી. યાત્રાના આગમન સમયે કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જન આક્રોશ યાત્રા દરમિયાન મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોના પ્રશ્નો તેમજ સ્થાનિક સમસ્યાઓને લઈને સરકાર સામે નારાબાજી કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, લોકોના હિતોને લઈને આ યાત્રા દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.