રાજકોટ પૂર્વ: નાના મૌવા મેઈન રોડ પાસે જાહેરમાં માથાકૂટ થયાનો વિડીયો વાયરલ થયો
શહેરના નાના મૌવા મેઈન રોડ નજીક ગઈકાલે સાંજે સરેઆમ માથાકૂટ કોઈ અંગત અદાવત કે અન્ય કારણોસર બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં મારામારીમાં ફેરવાઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, મેઈન રોડ પર આવેલા શાક માર્કેટ નજીક જાહેરમાં ગાળાગાળી અને મારામારી થતાં રસ્તા પરથી પસાર થતાં લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં.