કાલોલ તાલુકાના કરાડા ગામના વિજયભાઈ મથુરભાઈ સોલંકી સોમવારે સાંજના હાલોલ જીઆઇડીસી સ્થિત ખાનગી કંપનીમાં નાઈટ શીફટમાં નોકરી કરવા માટે ઘેરથી પોતાની બાઈક પર નિકળ્યા હતા ત્યારે સાંજના છ વાગ્યાના અરસામાં કાલોલ હાલોલ હાઈવે સ્થિત મલાવ ચોકડી પાસેથી પસાર થતા સમયે મલાવ ચોકડીથી થોડે આગળ કાલોલથી હાલોલ તરફ જતા હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ તેમનું સારવાર દરમિયાન મોત નીપજતા ડમ્પર નં DD-01-C-9536ના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.