વંથલી તાલુકાના ખોખરડા ફાટક સ્થિત આવેલ સાવજ ડેરી ની આજરોજ 17 જાન્યુઆરીના રોજ નગડીયા ગામની પશુપાલક માતાઓ બહેનોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા દ્વારા તમામ મહિલાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વધુમાં પશુપાલન વ્યવસાય ની વિવિધ યોજનાઓ અને પ્લાન્ટ ખાતે ચાલી રહેલ પ્રોજેક્ટ નિહાળ્યા હતા.