સાયલા: સાયલા તાલુકાના સુદામડા ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ પાસે ઉભેલી બાળકી ને ડમ્પરે ટક્કર મારતાં મોત નિપજ્યું
સાયલા સુદામડા, જસાપર અને મોટા કેરાળા તરફ રાત દિવસ ધમધમતા ક્વોરી ઉદ્યોગના કારણે ડમ્પરની દોડધામ વધુ જોવા મળે છે. ત્યારે રવિવારે સુદામડાથી પૂરઝડપે અને ગફલતભર્યું ડમ્પર ચલાવીને જતા ડમ્પર ચાલકે પગપાળા માતાજીના દર્શને જતા ગોંડલ તાલુકાના કેસવાળા ગામના પરિવારને અડફેટે લીધા હતા. જેમ સાડા ત્રણ વર્ષની આશાબેન કિશનભાઈ વાઘેલા ટાયરમાં ચગદાઈ જતા મોત થયું હતું. જ્યારે બાઘુભાઈ જાદુભાઈ વાઘેલા અને વિક્રમભાઈ સંજયભાઈને શરીરના ભાગે ઈજા થતાં સારવાર માટે સુદામડા દવાખાને