જાંબુઘોડા ભાજપા કાર્યાલય હોલ ખાતે આજે ગુરુવારના રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન એવા અટલ બિહારી વાજપેયીજીની જયંતી નિમિત્તે જાંબુઘોડા ભાજપા કાર્યાલય ખાતે આજે અટલજીને પુષ્પાંજલિ તેમજ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે જાંબુઘોડા તાલુકા ભાજપા પ્રમુખ જાંબુઘોડા ગ્રામ પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તેમજ જાંબુઘોડા ભાજપા મંડળ ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા