રાણપુર: શહેરમાં તંત્ર દ્વારા આવતીકાલે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવશે,157 દબાણો હટાવવામાં આવશે મામલતદારે આપી માહિતી
Ranpur, Botad | Mar 17, 2025 બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવતીકાલે 157 જેટલા રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.રાણપુર પોલીસ સ્ટેશન થી લઈને લીંબડી ત્રણ રસ્તા તેમજ મામલતદાર કચેરી લઈને પોલીસ સ્ટેશન સુધીના આ રોડ ઉપર 157 જેટલા દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવશે.જેમાં ત્રણ જે.સી.બી. ત્રણ ટ્રેક્ટર પીજીવીસીએલની ટીમ સાથે સરકારી અધિકારીઓ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણો દૂર કરવામાં આવશે જેને લઈને રાણપુર મામલતદાર કે.બી.ગોહિલે આપી માહિતી.