વડોદરા: ટ્રાફિક પોલીસ સમજાવે સમજ મારા ભાઈ,હેલ્મેટ સીટ બેલ્ટને અપનાવો ભાઈ,રોડ સેફટી અવેરનેસ અન્વયે પોલીસે ડ્રોન વિડિઓ જારી કર્યો
વડોદરા : અકસ્માતો ટાળવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે વડોદરા શહેર પોલીસે કમરકસી છે.15 સપ્ટેમ્બરથી હેલ્મેટ પહેરવો અને સીટબેલ્ટ બાંધવો ફરજીયાત કરવામાં આવ્યું હતું.જોકે કેટલીક રજૂઆતોને ધ્યાને લઇ આ મુદ્દત આગામી તા.30 સપ્ટેમ્બર સુધી લંબાવાઈ છે. ત્યારે, ટ્રાફિક અંગે લોકોમાં જાગૃતતા લાવવા આજરોજ શહેર પોલીસે એક ડ્રોન વિડિઓ જારી કર્યો હતો.જેમાં નગરજનોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી.