હાલોલ શિવરાજપુર રોડ પર તા.11 ડિસેમ્બર રવિવારે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતા વાવડી ગામના રાકેશભાઈ રાઠોડ કામ પૂર્ણ કરીને બાઈક પર પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે તેઓ ને અકસ્માત નડ્યો હતો.યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.યુવકની હાલત હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.