માંડવી: બોલાવ ગામ નજીક DJ ભરેલ ટેમ્પો પલટી મારી ગયો
Mandvi, Surat | Oct 8, 2025 ઓલપાડના બોલાવ પાટિયા નજીક ડી.જે. ભરેલા એક ટેમ્પોનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટેમ્પો રોડની રેલિંગ સાથે અથડાઈ પલટી ગયો હતો. જોકે, ટેમ્પોમાં સવાર ચારથી પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો.આ ટેમ્પો ડી.જે. સેટ લઈને નવસારીથી ઓલપાડના અણીતા ગામે આવેલી વિદ્યાદીપ યુનિવર્સિટી કોલેજ ખાતે એક કાર્યક્રમ માટે જઈ રહ્યો હતો. બોલાવ પાટિયા નજીક અચાનક ટેમ્પાનું ટાયર ફાટ્યું હતું.