માંડવી લાયજા રોડ પર સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને માંડવી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. છેલ્લા ઘણા સમયથી માંડવી પુલથી માંડવી જી.ટી. ગ્રાઉન્ડ સુધીના વિસ્તારમાં અવારનવાર ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકો તેમજ નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.આ સમસ્યાના નિવારણ માટે આજે માંડવી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બારોટ સહિતના પોલીસ કર્મચારીઓ દ્વારા માંડવી લાયજા રોડ પર રાઉન્ડ ઓફ કરવામાં આવ્યો હતો. દરમિયાન ફેરીવાળાઓ, દુકાનદારો તેમજ