મુળી: મુળી તાલુકામાં ખેડૂતોને તસ્કરોનો ત્રાસમાં વધારો
મુળી તાલુકાના ગોદાવરી, કુકડા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોનો આતંક વધ્યો છે. ખેડૂતોના ખેતરમાં રાત્રે વીજ લાઈનના કેબલ અને વીજ વાયર ચોરી જવાના બનાવો વારંવાર સામે આવી રહ્યા છે. આ મામલે ખેડૂતો દ્વારા અનેક વખત તંત્રને ફરિયાદ કરી હોવા છતાં, પોલીસ દ્વારા ગુનાની નોંધ કર્યા વિના માત્ર અરજી લઈને સંતોષ માનવામાં આવી રહ્યો હોવાનું ખેડૂતોનો આક્ષેપ કર્યો છે.