ઝાલોદ: ચાકલીયા ગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા જનસભા યોજાઈ,મોટી સંખ્યામાં લોકો આપમાં જોડાયા
Jhalod, Dahod | Sep 15, 2025 આજે તારીખ 15/09/2025 સોમવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ચાકલીયા ગામમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ શ્રુતિબહેન ડામોરની અધ્યક્ષતામાં 'ગુજરાત જોડો જનસભા'નું આયોજન કરવામાં આવ્યું.આ સભામાં ગામના વડીલો, યુવાનો અને બહેનો પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈને સભ્ય તરીકે જોડાયા.મુખ્ય અતિથિ તરીકે નરેશ બારીયા (ગુજરાત સંગઠન મંત્રી), રાકેશ બારીયા (દાહોદ જિલ્લા પાર્ટી પ્રમુખ), ઈકબાલભાઈ (દાહોદ જિલ્લા માયનોરિટી સેલ પ્રમુખ) હાજર રહ્યા.