જૂનાગઢ: સફાઈ કર્મચારીઓની હડતાલ નો અંત, ભાજપ કાર્યાલય ખાતે બેઠકમાં સમજાવટ બાદ હડતાલ પૂર્ણ
જૂનાગઢમાં સફાઈ કર્મચારીઓની હડતાલનો અંત આવ્યો છે. ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય, સંસદ, મેયર અને યુનિયન આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ. કામદારોના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવાની ખાતરી આપવામાં આવી છે. યુનિયને હડતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે અને આજથી સફાઈ કામગીરી ફરી શરૂ થશે.