શામળદેવી ગામનાં નાગરિક એવા પરમાર સોમાભાઈ મોહન ભાઈનું એક ખાનગી ટ્રાવેલ્સના ચાલકે પુર ઝડપે અને ગફલતભરી રીતે તેની બસ હંકારી લાવી અકસ્માત નીપજવતા તેમનું અવસાન નિપજ્યું હતું.જેને લઈ દુઃખની લાગણી સાથે રોષે ભરાયેલા ગ્રામજનોએ અન્ય કોઇ નિર્દોષ વ્યક્તિ જીવ ન ગુમાવે તેને લઈ શામળદેવી બસસ્ટેન્ડ ખાતે હાઈવે રોડ ઉપર તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકર મૂકવા માટે કાલોલ પોલીસ સ્ટેશનમાં અને ખડકી ટોલ સંચાલિત કલ્યાણ કંપનીના જવાબદાર કર્મચારીને લેખિતમાં રજૂઆત કરી છે.