વલસાડ: ગુંદલાવ ઓવરબ્રિજ પર સુરત જતી ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત,કારમાં સવાર લોકોનો ચમત્કારી બચાવ.
Valsad, Valsad | Oct 30, 2025 ગુરૂવારના 2 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ ઉપર સુરત તરફ જઈ રહેલી એક કાર ટ્રક પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા રાહદારીઓને વાહન ચાલકો કારચાલકની મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર તમામ લોકોનો ચમત્કારી બચાવ થયો હતો.